બોટાદ જિલ્લામાં એક ઘટના બની જેમાં અમુક વ્યક્તિઓએ પોતાની દેશી દારૂના નશાની આદતને લઈ ને મજબૂર બની પોલીસની કડક કામગીરી થી દેશી દારૂ ન મળતાં અમુક તત્વોએ અમદાવાદ થી કેમિકલ મંગાવી અને લોકોને પીરસ્યું હતું જે પીધા બાદ 45 જેટલા લોકોના મોત થયા અને હજુ 50 જેટલા સારવાર હેઠળ છે જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને આ ઘટનામાં સંડવાયેલા તમામ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી જો કે આ કેમિકલ કાંડ ત્યારે જ બન્યો જ્યારે દારૂના દૂષણ પર સંપૂર્ણ પણે પોલીસનો અંકુશ હતો કેમ કે પોલીસની ધાક હોય તો જ દારૂ ન મળતો હોય અને એ બાદ જ નશો કરવા વાળાને કેમિકલ પીવું પડ્યું હશે આ વાત સરા જાહેર છે તો પોલીસ કામગીરી કરે તો પણ મુશ્કેલી અને ન કરે તો પણ મુશ્કેલી!!
આ તો વાત હતી ‘કેમિકલ કાંડ’ નામની એક ઘટનાની હવે વાત કરીએ પોલીસની હા એ જ બોટાદ પોલીસ કે જે આ ઘટના પછી રાત દિવસ સૂતા નથી ચાલો એ પણ સમજી લઈએ કે તેનો વિસ્તાર છે પરંતુ આ બધા ભોગબનનાર પ્રત્યે પણ બોટાદ એસપી ડો.કરનરાજ વાઘેલાએ પૂરતી સંવેદનશીલતા અને સહાનુભૂતિ વ્યક્ત કરી ચાર બાળકોને દત્તક લેવાની હિંમત બતાવી ત્યારે ગૃહ વિભાગ અને સરકારે આ પણ નોંધ ન લીધી તે અત્યંત શરમજનક બાબત છે.એટલું જ નહિ આ વિસ્તાર ના ડીવાયએસપી એસ.કે ત્રિવેદીએ તો વીઆરએસ એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી લીધી હતી જે સરકારે જ મંજુર કરી હતી અને આગમી ૩૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ તેઓ નિવૃત્ત પણ થવાના હતા ત્યારે આવા અધિકારીઓની કારકિર્દી પર પણ ખોટો તો ખોટો ડાઘ તો લાગ્યો જ રહેવો ગૃહ મંત્રી હર્ષ સંઘવીને એ વિચારવું જોઈએ કે તેઓની સરકાર સંવેદનશીલ સરકાર છે તો સાચા અધિકારીઓની ન્યાયની ચિંતાની જવાબદારી તેની છે જો ખરેખર લઠાકાંડ હોય તો ઠીક છે કે આકરા પગલાં લેવા જરૂરી બને પણ આ તો ષડયંત્રપૂર્વક ઉભુ કરેલું કેમિકલકાંડ છે તો તેમાં આ રીતે બદલીઓ કેટલી હદે યોગ્ય છે ? શું આં ડીસિપ્લીનનાં નામે દબાવવાની વાત છે ? લોકોએ કેમિકલ પીધું તો તેઓની જવાબદારી છે.લોકોએ નશો કર્યો તો એ તેઓની જવાબદારી છે ને આ જવાબદારી અને નૈતિક ફરજ બંધારણમાં જ સૂચવેલી છે તો અધિકારીઓના હિતોને ધ્યાનમાં નહિ રાખવાનું? પોલીસનાં મોરલને ધ્યાનમાં રાખવું જરૂરી છે.બદલી કરીને ત્યાં પોલીસ જ આવશે કોઈ પટાવાળો નહિ આવે આટલું આ ભાજપની સંવેદનશીલ સરકાર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિચારવું જોઈએ બધા નિર્ણય સચોટ કરતા ગૃરાજ્યમંત્રી બોટાદ અને અમદવાદમાં થયેલ કેમિકલ કાંડની જવાબદારી ફિક્સ કરવામાં થાપ ખાઈ ગયા કેમ કે આ ઘટનામાં કોઈ અધિકારીઓની મીઠી નજર હેઠળ આ કાંડ થયો હોય તેવું ક્યાંય તલસ્પર્શી પણ જણાતું નથી પોલીસનાં મોરલ કરતા તેના પર ખોટો ડાઘ પોલીસને આજીવન કારકિર્દી ખરાબ કરી નાખે છે આ ઘટનામાં તો ડીસીપ્લીનનાં નામે ગૃહવિભાગે પગલાં લઈ લીધા પણ શું આવી ઘટના બીજે ક્યાંય નહિ બને ? આવા દાખલા બેસાડવા પૂરતા કોઈની કારકિર્દી દાવ પર લગાડવી કેટલી હદે યોગ્ય છે ? જો આ જ રીતે બધે પોલીસને ખોટી રીતે જવાબદાર ઠેરવવશે તો પોલીસ કામગીરી કઈ રીતે કરશે? શું એનાથી ફાયદો બુટલેગરોને છે ? જો ભાજપ સંવેદનશીલ સરકાર હોય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ન્યાય માટે જાણીતા હોય તો આમાં અધિકારીઓની ભૂમિકા સ્પષ્ટ કરી જાહેર કરે કે કઈ રીતે તેઓની સીધી જવાબદારી થાય છે આ તો અંગ્રેજોના કાળ થી ચાલતું આવે તેમ જ છે કે કોઈ એ કાઈ બોલવાનું નહિ જેમ ચાલે છે એમ ચાલવા દો પણ આવું ક્યાં સુધી પોલીસ આમ પણ આક્ષેપો ની વણઝાર વચ્ચે જીવતી હોય છે તેમાં પણ ખુદ ગૃહમંત્રીએબધા પોલીસને જવાબદાર ગણી સજા ફરમાવી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે હાલ તો અંગ્રેજોનો ઓર્ડર જાહેર કરી દેવાતા ઘણા અધિકારીઓને સસ્પેન્ડ અને ને એસપી કક્ષાના અધિકારીઓને બદલીઓ કરી દેવાઈ છે જેને ફોલો કરવો એ પણ એક પ્રોટોકોલ માનવામાં આવે છે પણ આવા પ્રોટોકોલ જે પોલીસના મોરલ તોડવાનું કામ કરે તેવા આદેશોને મોરબી મીરર વખોડે છે આગામી સમયમાં પરિવાર જનો ક તેના લોકોને આવા નશા થી દુર રાખે તેવી પણ અપીલ કરે છે લોકોએ પોલીસને સાથ સહકાર આપવો જોઈએ અને ખોટી રણ નીતિ અને અયોગ્ય વાત સામે બંડ પોકારી વળતો જવાબ આપવો જરૂરી છે અન્યથા લોકોના હિત માટે કોઈ અધિકારી કામ નહિ કરે કેમ કે સારા કામનું આ જ પરિણામ હોય તો સમજી શકાય છે કે આપણે એ જગ્યાએ હોય તો શું કરીએ..? માટે આ કેમિકલ કાંડમાં ખોટી રીતે જવાબદાર ગણી પોલીસ અધિકારીઓ સામે પગ્લા લઈ દાખલો બેસાડવા પૂરતી કામગીરી કરી સરકારનું પણ મોરલ પણ તૂટી ચૂક્યું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.