વિસ્તારમાં રોડ પાણી વીજળી સહિતની સમસ્યાઓ પાર વગરની છે :પાલિકા તંત્રનું ઓરમાયુ વર્તન
એક બાજુ રાજ્ય સરકાર સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતની બૂમરાણ મચાવી રહ્યું છે. ત્યારે હળવદ શહેરનો વોડૅ નં ૭ અનેક વિધ સમસ્યાઓ નો સામનો કરી રહ્યું છે, હળવદ નગરપાલિકા ભાજપ શાસિત રાજ્યની બિનહરીફ રચાયેલી નગરપાલિકા છે. ત્યારે સોશિયલ મીડિયામાં હળવદમાં ગાંડો વિકાસ થયના કટાક્ષરો કરી ટોપ ઓફ ધી ટાઉન બની ચચૉઈ રહી છે.
હળવદ નગરપાલિકા વોર્ડ નંબર ૭ ભવાની નગર વિસ્તારમાં લોકો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. હાલમાં ભવાની નગર વિસ્તારના લોકો 18મી સદીમાં જીવતા હોય તેવું દેખાઈ રહ્યું છે આ વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ ગંદકીના ઢગલાઓ,સફાઈ, ચોમેર બાજુ ગંદકીનો સામ્રાજ્ય ફેલાયેલું છે. એટલું જ નહીં રોડ પાણી લાઈટ સમસ્યાથી ઘરાયેલુ છે. આ વોર્ડ અનેક સુવિધાઓથી વંચિત છે અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે નગરપાલિકાની કચેરીએ અનેકવાર રજૂઆત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી પાલિકામાં ચીફ ઓફિસર નો કોઈ અંકુશ ન હોય તેવુ લોકો માં ચર્ચાઈ રહ્યું છે. ખારે ડૂચા અને દરવાજા મોકડા જેવો વહીવટ ચાલી રહ્યો છે, ચીફ ઓફિસર હળવદ અને માળિયાના ચાર્જમાં હોવાથી સમસ્યાઓ નો હોલ થતો નથી, આ વોર્ડ ના લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું આગામી દિવસોમાં સમસ્યાનો હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.આગામી ચુંટણીમાં ફરીથી આ વિસ્તારના લોકો પોતાની તાકાતનો પરિચય કરાવી દેશે તેવી ચેતવણી આપી હતી.