હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે હળવદ પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા ૯ ઇસમોને ૩.૦૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી પ્રોહી જુગારની બદી અટકાવવા સૂચન આપેલ જે અન્વયે હળવદ પીઆઈ એમ વી પટેલ અને સર્વલેન્સ સ્ટાફ ના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે દરોડો પાડીને કરતા જાહેરમાં જુગાર રમતા નવ શખ્સો રશ્મિનભાઈ જગજીવનભાઈ પટેલ,મુનાલાલ જેઠાલાલ પુજારા,હર્ષદભાઈ બનુભાઈ પઢીયાર,સંજયભાઈ સનાભાઇ ચરમારી ,કલ્પેશકુમાર જયંતીભાઈ અઘારા,કાંતિલાલ કરસનભાઈ અધારા,અજીતસિંહ બટુકસિંહ પરમાર ,રમેશભાઈ ઉર્ફે ભરતભાઈ ગાડુંભાઈ જોટાણીયા,યુવરાજસિંહ બાપુભા પરમાર (રહે.બધા જુના દેવળીયા )વાળા ને જાહેરમાં જુગાર રમતા રોકડ રૂપિયા ૩.૦૭૦૦૦ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી જુગાર કલમ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં હળવદ પીઆઇ એમ વી પટેલ, હેડ કોન્સ્ટેબ કિશોરભાઈ સોલગામા, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઈ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.