હળવદની મેરુપર કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય ની ૧૭ વિદ્યાર્થિનીઓની નો મામલોના ખુદ આચાર્ય દ્વારા જ વિદ્યાર્થીનીઓ પાસે ભાગવાનું નાટક કરાવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે સમગ્ર મામલે ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામી છે.શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના હળવદ તાલુકાના મેરૂપર ગામે આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બની હતી.વિદ્યાલય ની ૧૭ વિધ્યાર્થીનીઓને માનસીક શારીરીક ત્રાસ આપવાથી તબિયત લથડી હોવાનો આક્ષેપ થયો હતો જે બાબતે નવો જ વળાંક આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વિદ્યાર્થિનીઓના વાલીઓ વિધાથીર્ઓ ને ધરે લઈ ગયા હતા.ત્યાં થયો નવો ધસપોર્ટ આચાર્ય એ જ વિદ્યાર્થીઓને ઉપયોગ કરી શિક્ષિકા પર માર મારવાનો આક્ષેપ કરાવ્યો હોવાનો ઓડીયો કીલીપ વાયરલ થયો છે. આચાર્ય અમુતાબેન ખુદ બે શિક્ષિકાને વિદ્યાલયમાંથી કઢાવવા સમગ્ર તરકટ રચ્યું હતું. ઘરે પહોંચ્યા બાદ વિદ્યાર્થીનીઓને શિક્ષિકાને ફોન કરીને જણાવ્યું હતું કે આચાર્યના કહેવાથી અમે તમારા પર ખોટો આક્ષેપ કર્યો હતો.જ્યારે બીજી બાજુએ શિક્ષિકા ના પિતાએ સિક્યુરિટીને ને ધમકાવતા હોવાનો ઓડીયો વાયરલ થયો છે. આ સમગ્ર ધટના નો ઓડીયો હાલ માં હળવદ પંથકમાં ટોપ ઓફ ધી ટાઉન બની ચચૉઈ રહ્યોછે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આવે તેવી માંગ વાલીઓમાં ઉઠવા પામી છે.