શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ હળવદના આજીવન ટ્રસ્ટી તેમજ પ્રમુખ દીપકભાઈ વી. જોષીએ પોતાના હોદ્દા પરથી આજીવન નિવૃત્ત થવા બાબતે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં કાર્યકારી પ્રમુખને પત્ર લખી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે.
સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરતા દીપકભાઈએ કાર્યકારી પ્રમુખને પત્ર લખી જણાવ્યું છે કે, તેઓ વ્યવસાયીક સાથે પારીવારિક અને વ્યવહારિક વ્યસ્તતાને કારણે તેઓને તેમના પરિવાર સાથે અમદાવાદ સેટ થવાનું થતું હોવાથી તેઓ હળવદ અમદાવાદ એમ બંન્ને જગ્યાએ અતિવ્યસ્ત હોવાને કારણે વ્યસ્ત રહેતા હોય છે. તો સંસ્થાના કામકાજમાં તેઓ ઘણી વખત હાજર ન રહી શકતા હોવાથી તેમને લખ્યું છે કે, મારા પરિવાર સાથે ચર્ચા વિચારણા કર્યા પછી તેમના કહેવાથી તમે (વ્યક્તિગત હું) મંદિરમાં મારી સ્વયંમ હાજરી આપી શકતો નથી તો મારી જવાબદારી ઓછી થાય તે હેતુ થી પરીવારની લાગણીને ધ્યાને લઈ હું મારા આજીવન ટ્રસ્ટી / પ્રમુખ તરીકે મારા પદની જવાબદારી માંથી મુક્ત થવા માગું છું અને આજીવન સભ્ય તરીકે મારો કાર્યકાળ ચાલુ રાખીશ જે સંસ્થાની સેવા અને સહયોગ માટે, આ સાથે સંસ્થાને મારી ઓફિસીયલી વહિવટી કે કોઈપણ સંસ્થા ઓફિસમાં હાજરી રહી લેખિત મૌખિક કે ઓનપેપર ક્યારે પણ કઈ પણ કરવા માટે હું બંધાયેલો છું. સંસ્થાના કોઈપણ કામકાજમાં પ્રસંગોમાં મહોત્સવોમાં ગમે ત્યારે મારી જવાબદારી મને જે કામ સોંપવામાં આવશે. તે પૂર્ણ કરવા હું પ્રયત્ન શીલ રહીશ. તેમણે જુના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી ટ્રસ્ટે મને સાથે રાખી સહયોગ આપ્યો સંસ્થાના કાર્યો કર્યા કે કરાવ્યા તે આપણા બધાના સહયોગથી એક છોડમાંથી વટવૃક્ષ બન્યું તે બનાવવામાં આપ તમામ સાથે મળી આપેલ સહયોગ બદલ આપનો ઋણી છું. મને આટલું માન સન્માન, હોદ્દાને માન-સન્માન અને આટલો મોટો બનાવ્યો તે માટે આપ સર્વનો હું કાયમી હૃદથી આભારી છું.. તેમ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી તેમજ પ્રમુખ દીપકભાઈ વી. જોષીએ જણાવ્યું હતું.