ગુજરાતમાં હવે ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી વધુ તેજ બનાવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં હજુ ઉમેદવારોને લઈને વિચારણા ચાલી રહી છે. જોકે, ભાજપની ટિકિટ માટે જે રીતે પડાપડી થઈ રહી છે તે જોઈને નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા છે. સૌરાષ્ટ્રની તો તમામ બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ત્રણ નિરીક્ષકોએ સુરેન્દ્રનગર જિલ્લાની ૫ વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે.
જિલ્લા નિરીક્ષક કે.સી પટેલ, મયંક નાયક અને પુષ્પાબેન મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અને સમર્થકોને ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંભળવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા હોટલ પ્રેસિડેન્ટ ખાતે ઉમટ્યા હતા. જેમાં હળવદ ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભાની બેઠક પર ૨૯ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
જેમાં(૧) રજંનીભાઈ સંઘાણી,(૨)ચંદુભાઈ શિહોરા,(૩)રણછોડભાઈ દલવાડી,(૪)પ્રકાશભાઈ વરમોરા,(૫)દેવજીભાઈ ફતેપરા,(૬)પરષોત્તમભાઈ સાબરીયા,(૭)કાજલબેન પટેલ,(૮)છત્રસિંહ (પપ્પુભાઈ) ઠાકોર(૯),વાસુદેવભાઇ સીણોઝીયા,(૧૦) વાઘજીભાઈ પટેલ (૧૧)ખાંભલીયા વજુભાઈ (૧૨)દિલીપભાઈ પટેલ (૧૩) યશવંતસિંહ(સુખુભા) ઝાલા (૧૪)કાનજીભાઈ પટેલ(૧૫) જશુબેન પટેલ (૧૬)ધીરુભાઈ હારેજા (૧૭)કાંતિલાલ પટેલ,(૧૮)નંદલાલભાઈ પટેલ (૧૯)ઘનશ્યામભાઈ દેથરીયા (૨૦)વલ્લભભાઈ પટેલ (૨૧)લાલજીભાઈ ઠાકોર (૨૨)જશુમતી બેન ઠાકોર(૨૩)
મહેશભાઈ પટેલ(૨૪) ધનશ્યામભાઈ પટેલ(૨૫)કલોરત્રા સાગરભાઈ(૨૬)ડો.પ્રકાશભાઈ કોરાડીયા(૨૭) શામજીભાઈ મેથાણીયા(૨૮)જેરામભાઈ દલવાડી(૨૯) વાધજીભાઈ પટેલ સહિતના ૨૯ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
તેમજ જિલ્લાની ધાંગધ્રા, સુરેન્દ્રનગર, લિંબડી, ચોટીલા,પાટડી બેઠક દીઠ ઉમેદવારી કરવા માંગતા કાર્યકર્તાઓને તેમજ સંગઠનના હોદ્દેદારોની ઉમેદવારો અંગેની સેન્સ નિરીક્ષકો દ્વારા લેવામાં આવી છે. સેન્સ અંગનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને નિરીક્ષકો પ્રદેશ પર્લામેન્ટરી બોર્ડને મોકલશે. ત્યારે જોવું રહ્યું કે મોરબી જિલ્લાની મહત્વની હળવદ ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભાની બેઠક પર કોને ટિકિટ આપવામાં આવશે.