હળવદના સાપકડા ગામે ગઈકાલે પણ જંગલી જાનવરએ રંજાડ કરતા ૪૪ ઘેટાના મોત થયા હતા અને ૧૫ ઘેટાં ઈજાગ્રસ્ત થયા હતા જેમાં ગ્રામજનોમાં દીપડો હોવાની ચર્ચા જાગી હતી.
જેમાં સાપકડા ગામમાં જંગલી જાનવરે ફરીથી ગતરાત્રીના બે ગાયો અને એક ગૌવંશ સહિત ત્રણ પશુઓનું મારણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે તેમજ જંગલી જાનવર ના પંજાના નિશાન પણ મળ્યા છે જે સિંહ અથવા દીપડા ના હોય શકે છે ગઈકાલથી જ ફોરેસ્ટ વિભાગની ટીમ સાપકડા ગામે પહોચેલી છે અને આજે ફરીથી આ બનાવ ને પગલે ફોરેસ્ટ વિભાગ એલર્ટ થઈ ગયો છે અને આ જાનવર કયું છે અને તેનું લોકેશન સહીતની વિગતો શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે.
સતત બીજા દિવસે આ પ્રકારનો બનાવ બન્યો છે અને હવે પંજાના નિશાન પણ મળ્યા છે તયારે હળવદ ના સાપકડા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો છે અને લોકો એકલા સીમમાં કે ખેતરે જવાનું ટાળી રહયા છે.