વાજતે ગાજતે રેલી કાઢી રેલીમાં માં ઉમટી જનમેદની
રાજ્યમા આજે તમામ વિધાનસભા બેઠકના ઉમેદવારી ફોમઁ ભરવા માટેનો છેલ્લો દીવસ છે. ત્યારે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારે આજે પોતાનુ ઉમેદવારી ફોમઁ રજુ કરી વિજય થવા આશા વ્યક્ત કરી હતી. કોગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ગુંજારીયા દ્વારા ગ્રિન ચોક ખાતેથી પોતાની વિજય રેલી સાથે પ્રસ્થાન કરાવી હરપાળદાદાના તથા શક્તિમાતાજીના આશીઁવાદ લીધા બાદ જંગી મેદની સાથે બાઇક રેલી યોજી પોતાનુ ફોમઁ ભયુઁ હતુ.
વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.વાજતે ગાજતે રેલી કાઢીજંગી શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. કાર્યકરોઓ મોટી સંખ્યામાં ખુલ્લી જીપમાં રેલી સાથે નીકળ્યા હતા. રેલીમાં પંજાના નિશાનના ધ્વજ પતાકા બેનરો સાથે કોંગી કાર્યકરો રેલીમાં જોડાયા હતા. પ્રાંત કચેરીએ પહોંચીને છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોરેએ તેમનું ઉમેદવારી પત્ર કોંગ્રેસના મેન્ડેટ સાથે ભર્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુંહતું કે કોંગ્રેસે આપેલા મેન્યુફેસ્ટોના વચનો પુરા કરવાનો સંકલ્પ કર્યો હતો.વિકાસના કાર્યો કરવાની પણ તેમણે ખાતરી આપી હતી.અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.મતદારો કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડશે. હળવદ ધ્રાંગધ્રા 64 વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સમર્થકો હોદ્દેદારો કાર્યકર્તાઓ સમાજના શ્રેષ્ઠિઓ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.