ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. તેવામાં હળવદ ધ્રાંગધ્રા કોંગ્રેસ ઉમેદવારને ચીમકી આપતી એક કોલ રેકોર્ડિંગ વાઈરલ થઈ છે. જેમાં શખ્સ કહે છે કે, ‘ભૂતકાળમાં તમે કેવા કામો કર્યા છે એને અનુસંધાને ગામમાં પ્રવેશ ન કરતા’
મળતી માહિતિ અનુસાર, હળવદ ધ્રાંગધ્રાનાં કોંગ્રેસ ઉમેદવારને કલ્યાણપુર ગામમાં ન આવવા ગ્રામજનોએ ફોન કર્યો હતો અને કોંગી ઉમેદવાર પપુભાઈ ઠાકોરને કકલ્યાણપુર ગામના ગ્રામજનોએ ફોન કરીને ગામમાં પ્રવેશ ન કરવાની ચેતવણી સાથે વિરોધ કરવાની ચીમકી આપી હતી. તેમજ રેકોર્ડિંગમાં ફોન કરનારે જણાવ્યું હતું કે, ‘ભૂતકાળમાં તમે કેવા કામો કર્યા છે એને અનુસંધાને ગામમાં પ્રવેશ ન કરતા’. ત્યારે સમગ્ર વાતચીતનું કોલ રેકો્ડિંગ વાયરલ થયું છે. જેને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.