“લોકોનું હિત એ જ પ્રકાશભાઈ ની જીત” ના સૂત્રને જ્યારે પ્રકાશભાઈ વરમોરા સાર્થક કરવાના છે ત્યારે તેમનાં સમથૅન માં યુપીના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથ સભા ગજવશે
હળવદ ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા(સેવક) દ્વારા ઝંઝાવાતી પ્રવાસ પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે તેમના સમર્થનમાં ઉત્તર પ્રદેશના લોકપ્રિય યુવા હદય સમ્રાટ તેજાબી વક્તા એવા યોગી આદિત્યનાથ સભા ગુંજવશે.વિધાનસભાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી દીધું છે.તમામ પક્ષોએ સ્ટાર પ્રચારકોના ધાડેધાડા સૌરાષ્ટ્રમાં ઉતારી દીધા છે. જે અંતર્ગત ભાજપના દિગ્ગજ નેતા અને યુપીના લોકપ્રિય યુવા હૃદય સમ્રાટ એવા યોગી આદિત્યનાથ આવતીકાલે હળવદ માં પ્રકાશભાઈ વરમોરા (સેવક) ના સમર્થનમાં જાહેર સભા સંબોધશે. આવતીકાલે બુધવારે બપોરના ૩.૩૦ કલાકે હળવદ -માળિયા હાઇવે પર હરીદશૅન પાકૅની બાજુમાં જાહેર સભા ગજવસે.