હિન્દૂ ધર્મમાં વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીમાં સોળ સંસ્કાર કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે. પંચતત્વથી બનેલા શરીરના સૌથી છેલ્લે કરવામાં આવે છે અંતિમ સંસ્કાર. ત્યારે લોકોને પોતાના સ્વજનનોની અંતિમ વિધિમાં કોઈ અગવડતા ન થાય તે માટે હળવદ નગરપાલિકા વિસ્તારના સ્મશાનોમાં ખાટલાઓ મુકવામાં આવ્યા છે.
હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા ગુજરાતનાં સ્મશાનમાં લાકડા આધારિત સુધારેલી સ્મશાન ભટી બેસાડવાની યોજના હેઠળ હળવદ નગરપાલિકા વિસ્તારના સ્માંશાનોની યાદી જાહેર કરવામાં આવી છે. સદર સ્માંશાનોમાં બેસાડવાની થતી સ્મશાન ભઠ્ઠીના લાભાર્થી ફાળાનો કુલ રકમનો ડ્રાફ્ટ આ સાથે સામેલ કરવામાં આવ્યો છે. ત્યારે નગરપાલિકાની યાદી અનુસાર, મોચી સમાજ સમશાનમાં ૧ ભઠ્ઠી મુકાઈ છે. જેમાં લાભાર્થીઓનો ફાળો રૂ. ૧૦૦૦/- છે. જયારે દલવાડી સમાજ સ્મશાનમાં ૧ ભઠ્ઠી મુકાઈ છે. જેમાં લાભાર્થીઓનો ફાળો રૂ. ૧૦૦૦/- છે. તેમજ ક્ષત્રિય સમાજ સ્મશાન, દલિત સમાજ સ્મશાન, કુંભાર સમાજ સ્મશાન, મલ સમાજ સ્મશાન, વાલ્મીકી સમાજ સ્મશાન, નાડીયા સમાજ સ્મશાન, રબારી સમાજ સ્મશાન, પટેલ સમાજ સ્મશાન એમ કુલ ૧૦ સ્મશાનોમાં ૧-૧ સ્મશાન ભઠ્ઠી ઉમેરવામાં આવી છે. જે દરેકમાં લાભાર્થીઓનો ફાળો રૂ. ૧૦૦૦/- છે. તેમ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ યાદીમાં જણાવવામાં આવ્યું છે.