Friday, September 20, 2024
HomeGujaratહળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે વાડીમાંથી પસાર થતી વીજલાઈન ના કારણે થયેલ નુકશાનનું...

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે વાડીમાંથી પસાર થતી વીજલાઈન ના કારણે થયેલ નુકશાનનું વળતર ન ચૂકવતા ખેડૂતોમાં આક્રોશ

વડોદરા થી લાકડીયા જતી ૭૬૫ કેવી વીજ લાઈન ના કારણે થયેલ નુકશાનનું યોગ્ય વળતર ન ચૂકવતાં ખેડૂતો મા આક્રોશ,૨૪ લાખ થી વધુ નું નુકસાન – યોગ્ય વળતર નહિ મળે તો આત્મવિલોપન ચિમકી આપતા ખેડૂતો

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાં વડોદરા લાકડીયા ૭૬૫ કેવી વીજ લાઈન છેલ્લા કેટલાક સમયથી હળવદ પંથકના ખેડૂતો સાથે અન્યાય થયો રહ્યો છે,અનેક વાર હળવદ પંથકના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે, હળવદ તાલુકાના ધનશ્યામપુર ગામના ખેડૂતોઓ દ્વારા વડોદરા થી લાકડીયા તરફ જતી 765 કેવી વીજ લાઈન મા કંપની દવરા ખેડૂતોને યોગ્ય વળતર ન મળતાં ખેડૂતો મા રોષની લાગણી ફેલાઈ હતી , આ વીજ લાઈનો અગાઉ પણ હળવદ તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે શુક્રવારે ફરી એક વખત હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલ ખેડૂતની વાડીમાંથી પસાર થતી લાઈનમાં વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

વડોદરા થી લાકડીયા તરફ જનારી 765 નો હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલ ખેડૂતોની વાડીમાં કામગીરી કર્યા પહેલા યોગ્ય વળતર આપવાનું વચન આપ્યું હતું પરંતુ વળતર આજ દિન સુધી ન મળતા ખેડૂતોમાં આક્રોશ ચરમ સીમા એ જોવા મળ્યો છે ખેડૂતોને જ્યારે વીજ પોલની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે બે વીજપોલ વચ્ચે આવતી તમામ નુકસાનીનું વળતર 15 દિવસમાં ચૂકવવાની વાત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ વળતર ન ચૂકવતા ખેડૂતો દ્વારા કામગીરી બંધ કરાવતા કંપની દ્વારા પોલીસ પ્રશાસનને સાથે રાખી એસઆરપીની ટુકડીઓ ઉતારી કામગીરી આગળ વધારવા દબાણ કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો ત્યાંના ખેડૂતો કરી રહ્યા છે અંદાજિત 3000 જેટલા સરગવાના છોડવા જેની સરકારી કિંમત 2000 રૂપિયા છે તેમજ કંપની મુજબ 800 રૂપિયા છે તે હિસાબ પ્રમાણે 24 લાખથી વધુ નુકસાન થયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે જો આ વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચારી હતી જેમાં કંપની અધિકારી તેમ જ હળવદ પોલીસ સ્ટાફને લઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!