Friday, September 20, 2024
HomeGujaratહળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો ભવ્ય...

હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો

૬૪ હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ની ભવ્ય જીત થતા સરસ્વતી શિશુ મંદિર ખાતે વેપારી મહા મંડળ હળવદ અને હળવદ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

વિધાનસભા ની ચૂંટણીઓ પુરી થયા બાદ વિજયી બનેલા ધારાસભ્યો ના ઠેર ઠેર મત વિસ્તારોમાં સ્વાગત અને સન્માન સમારંભો યોજાવાના શરૂ થયા છે ત્યારે હળવદ ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ના ભવ્ય સત્કાર સભારંભ માં વેપારીઓ અગ્રણીઓ,સ્વેચ્છિક સંસ્થાઓ મહાનુભાવો, સહિતની ઉપસ્થિત માં સન્માન સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો જેમાં પ્રકાશભાઈ વરમોરા એ જણાવ્યુ હતું કે વર્ષો થી આ વિસ્તાર માં અનેક પ્રાણ પ્રશ્નો છે. જે સત્વરે ઉકેલી બાકી વિકાસના કામોને જલ્દીથી પુરા કરી વિકાસ શીલ બનાવીશું કહી વેપારીઓ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, પાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ, દિપકદાસજી મહારાજ, પ્રભુચરણદાસ બાપુ, દાદાભાઈ ડાંગર, ગોપાલભાઈ ઠક્કર, પ્રકાશભાઈ પટવા, બીપાલા પરીખ, વાસુદેવભાઇ સીણોઝીયા, કેતનભાઇ દવે, તેમજ દરેક એસોસિએશનના પ્રમુખ સહિતનાં વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ સહિતના વેપારીઓ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!