સમગ્ર દેશમાં જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થતી જાય છે તેમ ફ્રોડ ઠગબાજો પણ અપગ્રેડ થતા જાય છે જેમાં હાલમાં પણ એક નવો કીમિયો ચાલુ છે.જે નવા કિમીયામાં ઠગબાજો લોકોના ભરોસાનો ગેર ઉપયોગ કરે છે અને માનસિક રીતે આવા ઠગબાજો પોતાની વાતોથી સામે વાળાની નબળી નિર્ણય શક્તિનો ગેરફાયદો ઉઠાવીને પોતાનો ખેલ પાડે છે.
આ ઠગ બાજોનો આખો ખેલ ટૂંક માં સમજીએ તો આ ઠગ ટોળકીને ને ખબર છે કે ભારતના લોકો ઇન્ડિયન આર્મી પર પૂરો ભરોસો કરે છે જે વાતનો ફાયદો ઉઠાવી તેઓએ આર્મી ઓફિસરો ના નામ અને તેઓના આધાર કાર્ડ, આર્મી નું ઓળખકાર્ડ સહિતના પુરાવા અને ફોટાનો પણ ગેરૂપયોગ કરે છે અને ફેસબુક ,olx જેવી સોશિયલ સાઇટ્સ પર આકર્ષક ઘર વખરીના ફોટા મૂકી સાવ ઓછી કિંમતે વેચવાની જાહેરાત કરે છે અને પોતે આર્મી કે અન્ય સુરક્ષા વિભાગ માં હોય અને બદલી થવાથી બધો સામાન વેચી નાખવાનું લખાણ કરે છે જેથી લોકો ને લાલચ જાગે છે અને આર્મી ઓફિસર નું નામ પડે એટલે ઝટ થી ભરોસો કરી લઈએ છે અને પછી ફોન માં વાતો વાતો માં તમારા માનસ ને વિચારવાનો સમય આપતા નથી અને પૈસા સેરવી લ્યે છે અને આ ઠગ બાજો ફોન પણ ઉપાડશે જવાબ પણ આપશે જ્યા સુધી તમારા ખીસા નો ટાર્ગેટ પૂરો નહિ થાય ત્યાં સુધી તમને અલગ અલહ બહાના કરી કંફુયુઝ રાખશે અને પૈસા પેટીએમ અથવા અન્ય એપ પર મોકલવાનું કહેશે બાદમાં કોઈ પણ બહાનું કરી ને અથવા મોઢે કય દેશે કે ‘તમારા પૈસા ગયા’ અને લોકો તેમનું આર્મી નું ઓળખકાર્ડ માંગશે તો એ પણ ફોટો મોકલશે પરન્તુ તમામ ડોકુંમેન્ટ જેના નામના હોય છે એ હોય છે આર્મી મેંન પરન્તુ તેના ડોક્યુમેન્ટ નો આવા ઘુતારાઓ ઉપયોગ કરતા હોય છે ખુદ એ આર્મી મેન ને પણ ખબર નથી હોતી જેથી આવા ઠગ બાજો થી બચો અને છતાં જો ફસાઈ જાઓ તો ઠગબાજ ને વાતોમાં પરોવી રાખી ને પોલીસનો સંપર્ક કરો.