હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને અટકાવવા પોલીસ દ્વારા પણ સઘન તપાસ કરાવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે હળવદ પોલીસે છ દિવસ પહેલા ચોરાયેલ ટ્રોલી (ટ્રેઇલર)ના ગુનાનો ભેદ ઉકેલી બે શખ્સોની અટકાયત કરી છે. ત્યારે આ બંને આરોપીઓની પૂછપરછ કરતા વધુ એક ટ્રોલી (ટ્રેઇલર) ચોરીના ગુનાનો એમ કુલ બે ટ્રોલીની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે હળવદ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદમાં ટ્રોલી (ટ્રેઇલર) ચોરીના ગુન્હાનો આરોપી કાળા કલરનું આખી બાઇનો શર્ટ તથા ખાખી કલરનું ફોરમલ પેન્ટ પહેરી રાણેકપર રોડ કેનાલ પાસે ઉભેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી બે ઈસમો જોવામાં આવતા તુરત જ તેને પકડી હસ્તગત કરી બંન્ને ઈસમોની અંગ ઝડતી કરતા કાંઈ મળી આવેલ નહી. તેમજ સ્થળ પર હાજરી બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા આરોપીઓએ પોતાનું નામ જીગ્નેશભાઇ ભરતભાઇ ખેર (રહે. મેરૂપર તા.હળવદ) તથા સચીનભાઇ બાબુભાઇ મેઘાણી (રહે માનસર તા.હળવદ જિ.મોરબી) હોવાનું જણાવેલ હતું. તેમજ બંન્ને ઈસમોની ટ્રેલર ચોરી બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા બંને ઈસમો તથા દેવજી ઉર્ફે દેવો બળદેવભાઈ ઠાકોર (રહે.માનસર ગામની સીમમા વાડીઓમાં તા.હળવદ) તથા હરેશ (રહે.હળવદ)એ ભેગા મળી આશરે છ એક દિવસ પહેલા સુર્યનગર ગામમાંથી રાત્રીના બે એક વાગે એક ટ્રેલર ચોરી કરેલ હોવાનું કબુલ્યું હતું. તેમજ જીગ્નેશભાઇ, દેવજી ઉર્ફે દેવો તથા હરેશ એમ આ ત્રણી ભેગા મળી એક દોઢ માસ પહેલા હળવદ શીવપાર્ક કેનાલની બાજુમાંથી રાતના બે એક વાગ્યાની આસપાસ એક ટ્રેલરની ચોરી કરી હોવાનું પણ જણાવેલ આ બાબતે જેથી પોલીસે પકડાયેલ બંને આરોપીઓને જેલ હવાલે કરી અન્ય બે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.