Saturday, January 4, 2025
HomeGujaratહળવદ સૌપ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા‌...

હળવદ સૌપ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા‌ નિકળી

શ્રીરામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા લક્ષ્મીનારાયણ મંદિરથી શહેરના રાજ માર્ગો પર વાજતે ગાજતે રાસગરબા ની રમઝટ બોલાવી,ગાયત્રી મંદિરે સમાપન થયું

- Advertisement -
- Advertisement -

હળવદ સૌપ્રથથમવાર રામનવમી ના અવસરએ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ તથા દ્વારા રામ જન્મોત્સવ નિમેતે ભવ્ય શોભાયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.શોભાયાત્રા વાજતે ગાજતે શહેરના રાજમાર્ગો પર નિકળી હતી.સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શહેરમાં ભગવાન શ્રી રામની અતિભવ્ય શોભાયાત્રા નિકળી હતી,જેમાં લક્ષ્મીનારાયણ ચોક ખાતે બપોરે 3:00 વાગ્યે રેલીની શરૂઆત કરી શહેરના રાજમાર્ગો પર ફરી મેઈન બજારમાંથી થઈ ગાયત્રી મંદિર હળવદ બ્રહ્મ સમાજ દ્વારા સંતો મહંતો નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ શોભાયાત્રા સમાપન થયું હતું.

મોટી સંખ્યામાં લોકોની સાથે સાથે પ્રભુ શ્રી રામનો રથ, ઉંટ ગાડાઓ, ભજન મંડળીઓ, અખાડાઓ, રામાયણ પાત્રો, ઢોલ નગારા સહીતની વસ્તુઓ સાથે શોભાયાત્રા નીકળી હતી,મુખ્ય અતિથિ લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત દીપકદાસજી મહારાજ, સ્વામી નારાયણ મંદિરના મહંત શ્રી ભક્તિનંદન સ્વામી. કંસારી હનુમાનજીના મહંત શ્રી ધવલપુરી બાપુ, સહિતના સંતો મહંતો તથા વીએચપી, બજરંગ દળ. રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!