તાલુકા નુ રેકડ પાણી મા નહી તણાઈ : બીજી મંજીલે નવા રૂમ બનાવી ૨૫ શાખા ની ૫ હજાર થી વધુ ફાઈલ ની ગોઠવણ કરી
ટંકારા તાલુકા પંચાયત મા છેલ્લા ત્રણેક વર્ષથી અતિવૃષ્ટિ અને પાણી ભરાઈ જવાથી રેકડ ઉપરાંત ઉપકરણો ને નુકસાન થતુ હોય તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ કચેરી કાર્યરત થયા બાદ કાર્યરત તમામ શાખા અને IRD શાખાનું તમામ રેકર્ડ માટે એક નવિનતમ બીજી મંજીલે રૂમ બનાવી વર્ગીકૃત કરી, ફાઈલ વાઈઝ ગોઠવી અને બ્રાંન્ચવાઇઝ ગોઠવી નવનિર્મિત બનેલાં રેકોર્ડરૂમમાં ગોઠવવામાં આવ્યું.
રેકોર્ડ વર્ગીકરણમાં 25 શાખા અને આશરે 5000 ઉપરથી વધુ ફાઈલોને બ્રાન્ચવાઈઝ ગોઠવવામાં આવી. કાયમી રેકોર્ડ, સમયમર્યાદાવાળું રેકોર્ડ, પરચૂરણ રેકોર્ડ એમ અલગ અલગ ભાગ બનાવવામાં આવ્યા.રેકોર્ડ વૅગીકરણ કરવામાં તાલુકા પંચાયત તમામ સ્ટાફ અને તલાટી મંત્રીઓએ સાથ સહકાર આપ્યો હતો