Monday, December 23, 2024
HomeGujaratટંકારા નજીક કચ્છ માં દર્શનાર્થે જતી લકઝરી બસને પાછળથી એસટી બસએ ટક્કર...

ટંકારા નજીક કચ્છ માં દર્શનાર્થે જતી લકઝરી બસને પાછળથી એસટી બસએ ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો

વધુ એક વખત પોલીસ સ્ટેશન સામે મુકેલ સ્પિડ બ્રેકર ના કારણે થયો અકસ્માત : બે બાળકી ઇજાગ્રસ્ત

- Advertisement -
- Advertisement -

જૂનાગઢના બટવાથી કચ્છમાં કબરાવ ધામ મોગલ માતાજીના દર્શને મુસાફરોને લઈને જતી લકઝરી બસને ટંકારા પોલીસ મથક સામે એસટી બસે ઠાઠામાં ઠોકર મારતા બે દીકરીઓને ઇજા પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રે જૂનાગઢના બાંટવા ગામેથી કચ્છના કબરાવ ધામ મોગલ માતાજીના દર્શને જતી લકઝરી બસને ટંકારા પોલીસ મથક સામે એસટી બસે પાછળથી ઠોકર મારતા બસમાં મુસાફરી કરી રહેલ અશ્વિનીબેન મહેશભાઈ નકુમ અને ભાવિકાબેન મુકેશભાઈ મારુ નામના દીકરીઓને ઇજા પહોંચી હતી.

અકસ્માતના આ બનાવ અંગે લકઝરીબસના ચાલક હસમુખભાઈ નાઝાભાઇ જુલુએ એસટી બસના ચાલક સુરેશભાઈ હરિભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.નોંધનીય છે કે, એસટી બસની બ્રેક ફેઈલ થતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!