દર વર્ષે 3 જૂને વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સાયકલનું મહત્વ સમજાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે. સાયકલ ચલાવવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેને નિયમિત રીતે ચલાવવાથી શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. લોકોમાં ઉત્સાહનો સંચાર કરે છે. ત્યારે આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે હળવદ તાલુકામાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
હળવદ તાલુકામાં આવેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ ગામોમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચિતન દોષી, તાલુકા SBCC ટીમ વતી ડૉ.પીયૂષ રાવલ સર, લાલજીભાઈ બશીયા , હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના CHO, સુપરવાઈઝર, આરોગ્ય સ્ટાફ, આશા તથા અન્ય સ્ટાફ સાથે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.