ટંકારા તાલુકાના સાવડી નજીક આવેલ અરણેશ્ર્વર મહાદેવ મંદિરના પુજારી કિશોર મહારાજ કૈલાશવાસી થયા. 12:30 વાગ્યે અંત્યેષ્ઠી સંસ્કાર, પાર્થિવ દેહને 11 વાગ્યે નગરની પ્રદિક્ષિણા બાદ સાવડી ગામના ઝાપે મઢુલી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
ઈશ્ર્વરની ભક્તિમાં તરબોળ રહી આવેલ ને આવકાર ને આશ્રય આપી આનંદ સ્વભાવમાં સાદગી સભર ટંકારા તાલુકાના અરણેશ્ર્વર મહાદેવ મંદિરના પુજારી કિશોર મહારાજનો પાર્થિવ દેહગત રાત્રે પંચમહાભુતમા વિલય થયો હતો.
સાવડી, નેસડા, જોધપર ઝાલા, સરાયા સહિતના ટંકારા પંથકના હજારો લોકોના શ્રદ્ધેય અરણેશ્ર્વર મહાદેવ મંદિરે નાની વયેથી સેવાનો ભેખ ધારણ કરી અલખ જગાવયો હતો. નાના મોટા ધાર્મિક કે સામાજિક પ્રસંગે અરણેશ્ર્વરનુ આંગણુ આગમનની રાહ જોવે એવા પંથકના માનિતા પુજારીના દુઃખદ અવસાનથી ભાવિકોમાં શોકની લાગણી પ્રસરી છે.
સદગતની અંતિમ યાત્રા આજે 8 જુન ને ગુરૂવારે બપોરે 12:30 વાગ્યે સાવડી મુકામે રાખેલ છે. એ પહેલા 11:00 વાગ્યે પાર્થિવ દેહને નગરમાં પ્રદિક્ષિણા કરી ગામના ઝાપે મઢુલી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.