ગુજરાત રાજ્યમાં આમ તો સરકારી શાળાઓની હાલત સુધારીને એમને સ્માર્ટ સ્કૂલો બનાવી છે અને ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ મેળવતા હોવાના દાવા કરવામાં આવે છે, પણ હળવદ તાલુકાના જૂના ઇસનપુર ગામમાં આવા દાવાની પોકળતા સામે આવી છે. શાળામાં ભણતા ભૂલકાંઓ માટે બીજી સુવિધાઓ તો ઠીક પણ ભણવા માટે બેસી શકાય એવું યોગ્ય બાંધકામ પણ નથી. હળવદ તાલુકાના જૂના ઇસનપુર ગામની સરકારી શાળાની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવાય હતી અને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
હળવદ આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના ઇસનપુર ગામની સરકારી શાળાની આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મુલાકાત લીધી હતી. જેમાં શાળાની અંદર ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સ્કૂલનું બિલ્ડિંગ ઘણા સમયથી પાડી દેવામાં આવ્યું છે અને હજુ સુધી આ બિલ્ડિંગ ક્યારે બનશે એ પણ નક્કી નથી. અત્યારે બાળકો એક ક્લાસ રૂમમાં બે-બે ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે બેશીને અને બે પાળીમાં અભ્યાસ કરવો પડે છે. સાથે સાથે ત્યાંની આંગળવાડીની આસપાસમાં ખુબ ગંદકી જોવા મળે છે, એ ગંદકી પણ નાના બાળકોનાં જીવને જોખમી રૂપ છે. કહેવાનો મતલબ કે આ સરકારી સ્કૂલ ક્યારે બનશે? અને બાળકોને સારી નિશાળ ક્યારે સ્વચ્છ આંગળવાડી કયારે મળશે? આજે આમ આદમી પાર્ટી હળવદના કાર્યકર્તા વિપુલ રબારી, કમલેશભાઈ દઢાણીયા ,ભરતભાઈ મકવાણાએ જૂના ઇસનપુર ગામની મુલાકાત લીધી અને ત્યાંની સરકારી નિશાળ અને આંગણવાળીની મુલાકાત લીધી હતી. ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ગામની અંદર સ્મશાન પણ આજ દિન સુધી બનાવવામાં નથી આવ્યું. જો કોઈ પણનું મૃત્યુ થાય તો ગામની નદીમાં ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડે છે અને જો વરસાદ ચાલુ હોઈ તો સ્મશાન વિધિ કરવામાં ખુબ મુશ્કેલી પડે છે. ભાજપ સરકાર તાયફાઓ તો રોજ નવા કરે છે પણ આ ગામ લોકોની મુશ્કેલીઓ ક્યારે દૂર કરશે? આ બાળકોને ક્યારે શારી સ્કૂલ કે આંગળવાળી આપશે? તેવા હળવદ આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા.