હળવદ પીજીવીસીએલના બે કર્મચારીઓ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ખાતે યોજાયો,હળવદ પીજીવીસીએલ માં 40 વર્ષથી ફરજ બજાવતા હળવદ શહેર પેટા વિભાગીય કચેરીના સીનીયર આસીસ્ટન્ટ ભુપેન્દ્રસિંહ એચ ઝાલા અને હળવદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના વી સી ઢેબરીયા, લાઈન ઇન્સ્પેક્ટર વય મર્યાદાને કારણે નિવૃત થયા. તેઓની નિવૃતિનો વિદાય શુભેચ્છા સમારોહ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર, ખાતે ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો,આ કાર્યક્રમમા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર કે.ડી.નીનામા, હળવદ શહેર પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર જે.એલ.બરંડા, હળવદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર અંબાણી તથા મોરબી વર્તુળ કચેરીથી પધારેલ અધિકારોઓ, ઈજનેર તથા હળવદના નામાંકિત અગ્રણીઓ આગેવાનો અને હળવદ પીજીવીસીએલના તમામ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શોભાવ્યો હતો અને પ્રાસંગિક ઉદ્બોદન કરી હતી શુભેચ્છાઓ પાઠવી હતી.