મોરબી જીલ્લા કલેકટર જી.ટી પંડયા દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિત માં નાયબ મામલતદાર, કચેરીના ક્લાર્ક અને રેવન્યુ મંત્રીની બદલીના ઓર્ડર કર્યા છે.આ ઓર્ડરમાં ૧૮ નાયબ મામલતદારો,૨૪ ક્લાર્ક અને ૬૬ રેવન્યુ મંત્રીના બદલીના હુકમનો સમાવેશ થાય છે .
આ ઉપરાંત વરસાદી સિઝનને ધ્યાને રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વાવાઝોડા સાથે વરસાદ સર્વે નુકસાન સહિતની ઈમર્જન્સી સેવાને સરળતાથી પ્રજા સુધી પહોંચતી કરવા માટે મોરબી શહેર, ગ્રામ્ય વિસ્તાર, વાકાનેર, ટંકારા, હળવદ અને માળીયા તાલુકામાં નાયબ મામલતદારોને ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરોમાં વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.