વરસાદની સીઝનમાં ઇલેક્ટ્રિક શોટ લાગવાના બનાવો નોંધપાત્ર રીતે વધતા હોય છે. ત્યારે આજે હળવદનાં પ્રમુખ સ્વામીનગરમાં વાઇફાઇનું એન્ટિના ફીટ કરતા ત્રણ લોકોને ઇલેક્ટ્રીક શોટ લાગ્યા હતા. જેમાં બે લોકો સામાન્ય રીતે ઈજાગસ્ત થયા હતા. જયારે એકની હાલત હાલ ગંભીર જણાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પ્રમુખ સ્વામીનગરમાં ત્રણ જણાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણેય લોકો વાઇફાઇનું એન્ટિના ફીટ કરતા ઇલેવન કેવીને અડી જતા ત્રણેયને શોટ લાગ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, ઇલેવન કેવી હટાવા સોસાયટી વિસ્તારના લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ તંત્રનું પેટનું પાણી હલતું નથી. ત્યારે ત્રણમાંથી બે યુવાને સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ખેતા લાડું સોલંકી (રહે.ભવાનીનગર.ઠોરો.હળવદ) નામના યુવાનની ગંભીર હાલત થતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયારે અન્ય બે યુવાનો જોરુ વિના સોલકી તથા જીતેન્દ્રભાઈ પ્રવિણભાઇ ગોસ્વામીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.