હવામાન વિભાગ દ્વારા આજે મોરબી જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગઈકાલ રાત્રીથી મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
જેમાં હળવદમાં પણ રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે.અને બે અલગ અલગ જગ્યાએ વીજળી પડવાના બનાવ પણ સામે આવ્યા હતા ત્યારે હવે ઉપરવાસ માં ભારે વરસાદને પગલે પાણીની અવિરત આવક ને કારણે હળવદની બ્રાહ્મણી -૧ નદિ બે કાઠે વહી રહી છે. જેને પગલે કોઝ વે પર પાણી ફરી વળતા હળવદ સરા રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જેને પગલે બન્ને બાજુ વાહનોના થપ્પા લાગ્યા હતા.