સફાઈકર્મીઓનો અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર ઉતરવાનો મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મચારીની હડતાળ આજે બારમા દિવસે પણ યથાવત રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, હળવદ નગરપાલિકા ખાતે વાલ્મિકી સફાઈ કામદારો અચોકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ન્યાય નહીં મળે તો સામુહીક ધર્મ પરિવર્તન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
હળવદ વાલ્મિકી સફાઇ કામદારોને વર્ષોથી કાયમી ન કરવામાં આવતા, વર્ષોથી યોગ્ય નિરાકરણ ન મળતા હડતાલ પર ઉતર્યા હતા, નગરપાલિકા દ્વારા સામાજિક અસ્પૃશ્યતા રાખવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારે ૧૨ દિવસથી આંદોલન છતાં નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં ન આવતા સફાઈકર્મીઓ દ્વારા આજે નગરપાલિકાને અલ્ટી મેટમ આપવામાં આવ્યું છે. આજે બપોરે બે વાગ્યા સુધીમાં નિર્ણય નહિ લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી હડતાલ પર ઉતારેલા સફાઈકર્મીઓ દ્વારા ઉચ્ચારવામા આવી છે. તેમજ ચીમકીને પગલે હળવદ નગરપાલિકા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.