સંરક્ષણ, સંશોધન, વિકાસ સંગઠન સાથે સાયન્સની સરળ રીતે તજજ્ઞો સાથે શિખવાની ઉતમ તક મળી .
આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની મુલાકાત માટે વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાંથી કુલ ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે જે પૈકી ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ફુલતરીયા નેન્સી અમિતભાઇની પસંદગી થતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.
મુબઈ ખાતે વિશાળ જગ્યામાં ફેલાયેલા પરમાણું સંશોધન કેન્દ્રમાં આવેલી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મુલાકાત માટેની તારીખ અને સમય વિદ્યાર્થીઓને હવે પછી આવશે. ત્યારબાદ તેમણે ત્યા જઈ સાયન્સ ની અઢળક માહીતી પરમાણું ઉર્જા લગત વૈજ્ઞાાનિક તજજ્ઞો દ્વારા આપવામા આવશે.