ઓનલાઈન ચિટીંગ ઉપરાંત વધતા જતા સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ નો સમજણ પુર્વક ઉપયોગ તથા બચવા માટે નો પ્રયાસ અને ભોગ બનનારે કરવાની કાનુની કાર્યવાહીની વિસ્તૃત માહિતી આપી હતી.
ટંકારા તાલુકાના વિરપર સ્થિત ખાનગી કોલેજ ખાતે આજ રોજ રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાંચના પી.આઈ જે વાય ચૌહાણ તથા પિ એસ આઈ સિ એચ મિયાત્રા સાથે રેન્જના જવાનો અને ટંકારા પોલીસના ફોજદાર એમ જે ધાંધલ હે.કો. પ્રવિણભાઈ મેવા,કોન્સ્ટેબલ ગૌરવ ગઢવી સહિતના એ હાજરી આપી કોલેજની મહિલા છાત્રો ને સ્વ જાગુત બની સાયબર ક્રાઇમ ની સમજણ અને માહિતી આપી હતી. આ ઉપરાંત ભોગ બનનારે તાત્કાલિક ફરીયાદ માટે વિવધ નંબર તથા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.