ટંકારાના વેપારી પૈસાના બંડલ દુકાનના ઉબંરે ભુલી ગયા હતા ત્યારે સર્કીટ હાઉસ સામે રહેતા બે ટેણીયાને આ લાખો રૃપિયા હાથે લાગતા રફુચક્કર થવાની બદલે મુળ માલિકની શોધખોળ માટે રખડપાટ કરી હતી.
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા સોસાયટી વિસ્તારમાં નંદલાલભાઈ કાસુન્દરા ગુજરાત હાડવેર નામની દુકાન આવેલ છે. જેમણે માલ ના વેપારીને આપવાના લાખો રૃપિયા પહોંચાડવા માટે દુકાન બંધ કરીને બપોર ટાકણે નિકળ્યા હતા ત્યારે આ માતબર રકમ દુકાનના સટર પાસે રહી ગઈ હતી. બિજી તરફ થેલીમાં શોધખોળ કરતા લાખો રૃપિયા ન મળતા વેપારી હેબતાઈ ગયા હતા અને ટંકારા પોલીસ મથકે દોડી ગયા હતા ત્યારે ડી સ્ટાફના વિજયભાઈ બાર, કૌશિકભાઈ પટેલ, ભાવેશભાઈ વરમોરા સહિતના બનાવની ગંભીરતા સમજી તાકીદે વેપારીની દુકાને દોડી તપાસ હાથ ધરી હતી. એ વખતે ટંકારા સર્કિટ હાઉસ સામે રહેતા શિવરાજ ભરતભાઇ મકવાણા ઉ. વ 11 અને દિપક ચંદુભાઈ પરમાર ઉ. વ 12 ને કિમતી વસ્તુ મળી છે અને મુળ માલિકની શોધ કરી રહાનુ જાણવા મળતા ટંકારા પોલીસે આ બન્ને દિલદાર ટાબરીયા ગોતી ટંકારા પોલીસ મથકે માનભેર બેસાડી મુળ માલિક સાથે મિલાપ કરાવી માતબર રકમ પરત કરી બાળકોની ઈમાનદારી બદલ શાબાશી આપી હતી.