ટંકારાનાં હડમતીયા ગામથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તેથી દલસુખભાઇ વાલજીભાઇ બોડાની વાડીના શેઢે આવેલ હોકળા પાસે ગત તા-૨૬/૦૭/૨૦૨૩ ના રોજ બપોરના સમયે પ્લાસ્ટીકના બાચકામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે બનાવને પગલે ટંકારા પોલીસે ફોરેન્સીક પી.એમ. માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો. જે બાદ મૃતકનાં વાલી વારસાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતું કોઈ વાલી વારસો મળી ન આવતાં આજે મોરબી નાયબ મામલતદાર, પોલીસ તંત્ર તથા સામાજિક કાર્યકરો દ્વારા તેમની વિધિવત અંતિમ વિધી કરવામાં આવી હતી. જેનો વિડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ટંકારા ગામે ગત તા.૨૬/૭/૨૩ ના રોજ હડમતીયા થી કોઠારીયા તરફ જતા રોડ પરથી આશરે ૨૫થી ૩૦ વર્ષની અજાણી મહિલાનો પ્લાસ્ટિકના બાચકામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે ટંકારા હોસ્પિટલે મોરબી સરકારી હોસ્પિટલે ખસેડાયા ફરજ પરનાં ડોકટરે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ પી ડી યુ મેડિકલ કોલેજમાં મોકલી આપેલ અને સ્પષ્ટ કારણ જાણવા વિસેરા તથા સ્ટર્નમ બોન વિગેરે ના પૃથક્કરણ માટે કામગીરી હાથ ધરેલ. ત્યારે મરણ જનાર અજાણી મહિલાની ડેથબોડી અંદાજે આઠેક દિવસ રાજકોટ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામા આવેલ અને સ્વજનોની શોધખોળ કરવામા આવી હતી. પરંતુ કોઈ વાલી વારસના મળવાથી આજ રોજ ટંકારા ગ્રામ પંચાયતે જગ્યા ફાળવી આપતા સામા કાંઠા વિસ્તારમાં નાયબ મામલતદાર ટંકારા, નવનિયુકત પી એસ આઈ, એમ.જે. ધાંધલ, ઉપસરપંચ પ્રતિનિધી હેમંતભાઈ ચાવડા, કોન્સ્ટેબલ સાહિદભાઈ, કોન્સ્ટેબલ હકાભાઈ, કોન્સ્ટેબલ બિપીનભાઈ, કોન્સ્ટેબલ મહેતાભાઈ, જેસીબી વાળા, એમ્બ્યુલન્સ વાળા કાનાભાઈ, સેવાભાવી યુવાનો, કલુભાઈ, ગડો, માલધારી અગ્રણી ગટીયો, ફિરોઝભાઈ, ઈમરાન વગેરે હાજર રહ્યા હતા. અજાણી મહિલાની અંતીમ વિધિનું સંપુર્ણ વિડિયો રેકોર્ડિંગ કરવામા આવ્યું હતું. ત્યારે લાલજીભાઈ ગેડીયાએ અજાણી મહિલાની શાસ્ત્રોક્ત વિધિથી સમ્માન ભેર અંતિમ વિધિ કરી હતી. તેમજ સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ મહિલાની અંતીમ વિધિની જહેમત ઉઠાવી માન સન્માન સાથે સેવાકીય કાર્યને રીતી રિવાજ મુજબ પુર્ણ કરેલ હતું.