છેલ્લા બે મહિનાથી કંજકટીવાઈટીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આંખનું આ ઈન્ફેક્શન સાત મહિનાના બાળકોથી માંડીને 90 વર્ષના વૃદ્ધોમાં પણ જોવા મળી રહ્યું છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ રોગને લઈને મોરબીની એમરી ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ધનવંતરી રથ અને શ્રમયોગી આરોગ્ય સંજીવની સેવા શરૂ કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
EMRI GREEN HEALTH SERVICEનાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં છેલ્લા બે માસમાં ચક્ષુ રોગનાં કેસમાં સતત ચિંતાજનક વધારો થયો છે. જેને લઇ EMRI GREEN HEALTH SERVICE દ્વારા ધનવંતરી રથ અને શ્રમયોગી આરોગ્ય સંજીવની MHU છેલ્લા બે મહિનામાં દર્દીઓને મફત નિદાન અને ચકાસણી કરીને ફ્રી દવા વિતરણ કરવામાં આવે છે. EMRI GREEN HEALTH SERVICE દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં 1 અને મોરબી જિલ્લામાં 2 શ્રમયોગી આરોગ્ય સંજીવની અને 1 ધનવંતરી આરોગ્ય રથ મળી કુલ મોરબી જિલ્લામાં 2 ધનવંતરી રથ અને 2 શ્રમયોગી આરોગ્ય સંજીવની કાર્યરત છે. મોરબી જિલ્લામાં ધનવંતરી રથ કન્સ્ટ્રક્શન સાઇટ કડિયા નાકા તેમજ શ્રમિક વસાહતો શ્રમિકોને નિ:શુલ્ક દવા આપવામાં આવે છે. ધનવંતરી રથમાં LAB ની પણ સુવિધા ઉપલબ્ધ છે. જેમાં BLOOD SUGAR malaria test hemoglobin વગેરે રિપોર્ટ નિ:શુલ્ક કરવામાં આવે છે અને શ્રમયોગી આરોગ્ય સંજીવની દ્વારા સીરામીક કારખાનાઓમાં જઈને મજૂરોને ફ્રીમાં દવા વિતરણ તેમજ લેબ કરવામાં આવે છે, જેમાં જૂન મહિનામાં 170 અને જુલાઈ મહિનામાં 568 એમ બે મહિનામાં 738 જેટલા આંખના દર્દીની તપાસ અને મફત દવા આપવામાં આવે છે, તેમજ મોરબી જિલ્લામાં ધનવંતરી અને શ્રમયોગી આરોગ્ય સંજીવનીમાં ડોક્ટર, પેરામેડિક, પાયલોટ, લેબ ટેકનીશીયન, અને લેબર કાઉન્સિલર દ્વારા દર્દીઓને આ પ્રકારના રોગોને અટકાવવા સમજણ અને તેના માટે શું કરવા તે વિશે માહિતી આપવામાં આવી હતી.