ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે વાંકાનેરના કેસરીદેવસિંહજી ઝાલાને જાહેર કર્યા છે. જેઓની બિનહરીફ વરણી થતા ટંકારા તાલુકા રાજપૂત સમાજ દ્વારા તેમના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા.
ટંકારા તાલુકા રાજપૂત સમાજના જણાવ્યા અનુસાર, મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા ઓફ વાંકાનેરની રાજય સભામાં સાંસદ પર્દે બિનહરીફ વરણી થતા સમગ્ર ગુજરાતનાં રાજપૂત સમાજ માટે હર્ષ અને ગૌરવની આ ઘડીએ ટંકારા તાલુકા રાજપૂત સમાજ દ્વારા તેમનાં સત્કાર સન્માનનો અનેરો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં નગરજનો અને ક્ષત્રિય સમાજના લોકો આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમ ટંકારા કલ્યાણપર રોડ ઉપર આવેલ લક્ષ્મીકાંત કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે આજ રોજ સાંજે સન્માન કાર્યક્રમ યોજાયો હતો.