આઝાદી કા અમૃત મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી થી છે ત્યારે આજે હળવદ શહેર ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રા હળવદ શહેરના ડો.બાબા સાહેબ આંબેડકર સર્કલ થી લક્ષ્મીનારાયણ ચોક સુઘી યોજાઇ હતી જે દરમિયાન શહેર ના રાજમાર્ગો પર તિરંગા યાત્રા ફરી હતી. આ યાત્રા માં હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન રજની ભાઈ સંઘાણી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, માર્કેટીંગ યાર્ડ ના ડિરેક્ટર રમેશભાઈ(ભગત) દલવાડી, રવિ પટેલ,તેમજ યુવા મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.