મોરબી જિલ્લાના તલાટી-કમ મંત્રીઓએ ૧૦ જેટલી કામગીરીનું રેવન્યુ રેકર્ડ ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ કરી ૫ ઓગસ્ટ સુઘીમાં તાલુકા મથકે મામલતદાર પાસે રેકર્ડ જમા કરાવવા અગાઉ ડી.ડી.ઓ. દ્વારા સૂચના આપવામાં આવ્યા હતા. જેમાં જોબ ચાર્ટ મુજબ કામગીરી કરવાની થાય તેમજ કમિશનરના આદેશો મા પણ ક્યાંય આ રેકર્ડ મામલતદાર કચેરી નિભાવવાનું લખેલ ન હોય જેને લઇ આજ રોજ પરિપત્ર સાથે મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવેલ હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના મહેસૂલી તલાટી દ્વારા આજે ડી.ડી.ઓના ગત તા. ૧૯/૦૭/૨૦૨૩ના પરીપત્ર અન્વયે રેકર્ડ ગ્રામ્ય તલાટી મંત્રી પાસેથી મામલતદારને સોંપવા બાબતે થયેલ પરિપત્ર સામે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટ તેમજ મહેસૂલ કમિશનરના પત્રનો ઉલ્લેખ છે જે અન્વયે ગામ નમૂના 1 તથા 16 તલાટી કમ મંત્રીને જોબ ચાર્ટ મુજબ કામગીરી કરવાની થાય તેમજ કમિશનરના આદેશોમા પણ ક્યાંય આ રેકર્ડ મામલતદાર કચેરી નિભાવવાનું લખેલ ન હોય જે અંગે રજુઆત કરવામાં આવી હતી.