હળવદમાં લીમડા વાળા દશામાના લોકમેળાનો પ્રારંભ: મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડશે
શહેરમાં દશામાનો વરઘોડો વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ધામધૂમ પૂર્વક નીકળ્યો હતો.
હળવદમાં દશામાના વ્રતનો પ્રારંભ ધામધૂમ પૂર્વક થઈ ચૂક્યો છે. ત્યારે હળવદમાં પરંપરાગત લીમડા વાળા દશામાનો લોકમેળો વિનોબા ભાવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાય છે ત્યારે આ વખતે 15 દિવસના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ સ્લમ (ઝુંપડપટ્ટી) વિસ્તાર ના બાળકોને હસ્તે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
દશામાના વ્રતનો પ્રારંભ ધામધૂમ પૂર્વક હળવદ પંથકમાં થઈ ગયો છે લીમડા વાળા દશામાનો પરંપરાગત યોજાતો લોકમેળો હળવદના સ્લમ વિસ્તારના બાળકોના હસ્તે ખુલ્લો મુકી જય દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા એક અનેરો ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે તમામ રાઈડમાં બાળકોને ફ્રી ઓફ બેસાડવામાં આવ્યા હતા. આ મેળામાં પંથકમાંથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે પહેલા દિવસથી જ લીમડાવાળા દશામાના મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા અને દશામાંના વ્રતની ધમધૂમ પૂર્વક ઉતસાહ પૂર્વક શરૂઆત થઈ હતી, પરંપરાગત યોજતા લોકમેળામાં બાળકો રાઈડમાં નિશુલ બેસાડવામાં આવ્યા હતા.બાળકો હસ્તે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો સમગ્ર મેળાને સફળ બનાવવા જય દ્વારકાધીશ મિત્ર મંડળ યુવાનોઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શહેરમાં દશામાનો વરઘોડો વાજતે ગાજતે શહેરમાં ડીજેના તાલ સાથે ધામધૂમ પૂર્વક નીકળ્યો હતો.