લાંબા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો કરી થાકેલા સસ્તા અનાજની દુકાન સંચાલકો શટડાઉન કરશે
ટંકારા તાલુકાના એફ પી એસ એશોએશિયન દ્વારા ટંકારા મામલતદાર કચેરી ખાતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેતન સખિયા ને આવેદન પત્ર પાઠવી આગામી ૧ સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે એને લઇને આજે જિલ્લા સંગઠન ની રજુઆતમા જણાવ્યું હતું કે કમીશન પેટે ૨૦ હજાર તથા એક કિલોગ્રામ ધટ આપવી સહિતના મુદા પર રાજ્ય સંગઠનની બેઠકમા સર્વનુમતે નિર્ણય કર્યો છે કે આગામી સપ્ટેમ્બરે સસ્તા અનાજની દુકાનો રાશન જથ્થો નહી ઉપાડે.અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનામાં સાતમ આઠમ ના તહેવારો આવતા હોય અને રસોઈ માટે વધારે પણ જથ્થો મળતો હોય મધ્યમવર્ગ ના જરૂરીયાતમંદ હેરાન પરેશાન થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા આ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની ગયું છે.
આ તકે જીલ્લા સંગઠન ના પ્રમુખ પંકજભાઈ સબાપરા ટંકારા એશોશિયેશન પ્રમુખ ધીરૂભાઈ ચાવડા મહામંત્રી ભુપતસિંહ ઝાલા, નંદલાલભાઈ પરમાર, ચંદ્રકાંત પટેલ, કાનાભાઈ જીવાણી, મોહનભાઇ પારીયા, રવિન્દ્ર ભાડજા, ભરત પાટડીયા, સહિતના સંચાલકો હાજર રહ્યા હતા.