રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તથા ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર વી.પી. ગોલના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના ગુમ થયેલ વ્યકિતને શોધી કાઢવા સુચના થઈ આવતા ટંકારા પોલીસની ટીમ ઉપરોક્ત કામગીરી કરવા પ્રયત્નશીલ હોય દરમિયાન તેઓએ પંચમહાલ જીલ્લાના ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા ૧૪ માસથી ગુમ થયેલ વ્યકિતને શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનની ટીમને ખાનગીરાહે ચોકકસ હકીકત મળેલ કે પંચમહાલ જીલ્લાના ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનાર નીશાબેન દિલીપભાઇ ચેલાણી છેલ્લા આશરે ૧૪ માસથી ગુમ હોય જે હાલે સાવડી ગામે લાલજીભાઇ ઉર્ફે ઓમ અંબારામભાઇ સાથે રહે છે, જે ચોકકસ હકીકત આધારે સાવડી ગામે તપાસ કરતા ગુમ થનાર વ્યકિત મળી આવતા તેને ટંકારા પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા નીશાબેન દીલીપકુમાર ચેલાણી (ઉ.વ.૩૧) (રહે. ગોધરા યોગેશ્વર સોસાયટી જૈન સમ્રાટ ભુરવાવ તા.જી. ગોધરા) મળી આવતા તેને પોલીસ સ્ટેશન લાવી ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.