ડામર નો રસ્તો ગાયબ થઈ ધોવાઈ ગયો,રોડ ઉપર મોટો મોટા ખાડા પડી લોકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી, તાત્કાલિક રોડ રીપેર કરવા શહેરીજનો માંગણી
હળવદ નગરપાલિકા તંત્રના અધિકારીઓ અને આરએનબીના અધિકારીઓ કુંભકરણ નિંદ્રામાં
હળવદ શહેર અને શહેરને જોડતા ગ્રામ્ય પંથકના રોડમાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે ત્યારે શહેરીજનોમાં એક પ્રશ્ન ચર્ચા રહ્યો છે કે હથેળીમાં ચાંદ બતાવનાર નેતાઓ ક્યાં ગાયબ થઈ ગયા ? એટલું જ નહીં આરએનબી અને હળવદ નગરપાલિકાના અધિકારીઓ પણ સંતાકૂકડી રમી રહ્યા છે એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે આ ખાડા રાજથી હળવદ અને ગ્રામ્ય પંથકના લોકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. હળવદ નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો, હેલ્પલાઇન સુવિધા માત્ર ને માત્ર કાગળ પર લોકોની સુવિધા માટે ચાલુ કર્યું હોવાનું શહેરીજનોમાં ચર્ચા રહ્યું છે.
હળવદ મેન બજારમાં ગીની ગેસ્ટ હાઉસ પાસે, શિવ એગ્રો પાસે,ગંગા તલાવડી પાસે, શક્તિ ટોકીઝ પાસે, મેલડીમાંનામંદિર પાસે, રાણેકપર રોડ, ઘનશ્યામપુર રોડ, ટીકર રોડ, પર બાપાસીતારામ ની મઢુલી થી ચોકડી સુધી સહિતના વિવિધ રસ્તાઓ પર ખાડાઓ પડી જતા વાહનચાલકો અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુખ્ય રસ્તા ઉપરથી ડામર ગાયબ થઈ ગયો છે અને રસ્તો બિસ્માર હાલતમાં છે અને મેઇન રોડ ઉપર મોટો મોટા ખાડા પડી જતા વાહનોને અવરજવર કરવા તકલીફ પડતી હોય શહેરીજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રસ્તો રીપેર કરવા લોકોની માંગ ઉઠી છે નવા બનેલા રસ્તાઓ ધોવાઈ ગયા એટલું જ નહીં છેવાળા ના ગામો હોય જેને લઈને જવા આવવામાં પણ લોકોને તકલીફો પડી રહી છે.એટલુજ નહીં ખાડા ના કારણે અનેક વાર અકસ્માતો પણ સર્જાય છે, વહેલી તકે ખાડાઓ પુરવામાં આવે તેવી લોકો માંગણી ઉઠવા પામી છે.અવળ-જવર કરવામાં પણ તકલીફો પડે છે. વાહનો પણ આવતા નથી.
હળવદ નગરપાલિકા તંત્રના અધિકારીઓ અને આરએનબીના અધિકારીઓ કુંભકરણ નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક ધોરણે રસ્તા રીપેર કરાવે તેવી લોકમાગણી ઊઠવા પામી છે.
રાજકીય આગેવાનો પણ કુંભકરણની નિંદ્રામાંથી જાગીને ચૂંટણી વખતે જે હથેળીમાં ચાંદ બતાવીને સ્વપ્નો બતાવ્યા હતા તે સાબિત કરે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે