ફાટક બંધ હોવાના કારણે ડીલેવરી કેસ લઈને આવતી ૧૦૮ ફસાઈ,ઇમર્જન્સી દવાખાને આવતા લોકોને ભારે હાલાકી
હળવદ વેગડવા રોડ પર આવેલ ફાટક વારંવાર બંધ રહેતા ૧૫ થી વધુ ગામના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.ફાટક બંધ હોવાના કારણે ઇમર્જન્સી દવાખાને આવતા લોકોને પણ ભારે મુશ્કેલી નો સોમનો કરવો પડે છે,રેલ્વે ફાટક પર તાત્કાલિક ધોરણે ઓવરબિઝ બનાવવા લોકો માંગ ઉઠવા પામી છે,અનેકવાર લોકોની રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
હળવદ શહેરના વિકાસના કામો બાબતે નેતાગીરીમાં ઉત્સાહનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે.રેલવે ટ્રેનોના સ્ટોપેજ બાબતે, શહેરના વિકાસ માં નેતાગીરીનો ઉત્સાહનો અભાવ જોવા મળે છે.હથેળીમાં ચાંદ બતાવનાર નેતાને વિકાસના કાર્યોમાં રસ ના હોય તેવુ દેખાઈ રહ્યું છે. હળવદ તાલુકો દીન પ્રતિદીન વિકાસ કરી રહ્યો છે. ત્યારે કેટલીક પ્રાથમિક સુવિધાઓના અભાવે અનેક સમસ્યાઓ થી તાલુકો ઘેરાયેલો છે. પ્રજાની અનેક રજૂઆત કરવા છતાં ગમે તે કારણોસર આર્થિક રીતે સધ્ધર ગણાતો હળવદ તાલુકામાં અનેક સમસ્યાઓ થી ઘેરાયેલો હોય એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હળવદ પંથકમાં મીઠાના નુરભાડા દ્વારા રેલવે તંત્રને કરોડની રકમ રળી આપે છે છતાં પણ હળવદ તાલુકા સાથે રેલવેનું તંત્ર નુ ઓરમાયું વર્તન જોવા મળે છે. વેગડવા રોડ પર આવેલુ ફાટક કલાકો સુધી વારંવાર બંધ રહેતા ૧૫થી વધુ ગામના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, શનિવારે સવારના 11:00 વાગ્યા ની આજુબાજુ એ રણમલપુર ગામેથી ડીલેવરી કેસ લઈને આવતી ૧૦૮ ફાટક બંધ હોવાના કારણે. ફસાઈ હતી. ઇમર્જન્સી દવાખાને આવતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મામલે પ્રજા ના સેવકો તંત્ર અને કહેવાતા જાગૃત લોકો દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે. તાત્કાલિક ધોરણે હળવદ વેગડવા રોડ પર આવેલ રેલ્વે ફાટક પર ઓવરબિઝ બનાવમાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે.