મોરબી જિલ્લાની સિમ્પોલો ચેમ્પિયનશિપ ન્યુ એરા ગ્લોબલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શ્રી જબલપુર પ્રાથમિક શાળાના ૧૬ વિદ્યાર્થીઓમાંથી ૧૫ બાળકોએ વિવિધ રમતમાં નંબર મેળવી શાળા અને જબલપુર ગામનું નામ રોશન કર્યું છે.
સિમ્પોલો એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-૨૦૨૩ સ્પર્ધામાં શ્રી જબલપુર પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓએ ઇતિહાસ રચ્યો હતો અને અંડર- ૯ માં ૫૦ મીટર દોડમાં ભાલોડીયા નિશ્ચય કેતનભાઈએ પ્રથમ ક્રમાંક ક્રમાંક મેળવ્યો હતો. તેવી જ રીતે ફેફર રૂષિ મનોજભાઈએ અંડર- ૯ ૧૦૦ મીટરમાં પ્રથમ ક્રમાંક, શીંગાળીયા સોનુ અનુભાઈએ અંડર -૯ બોલ થ્રોમાં પ્રથમ ક્રમાંક, અઘારા ખુશી ધનજીભાઈએ અંડર-૧૧ ૧૦૦ મીટરમાં પ્રથમ ક્રમાંક, રાઠવા નિતા કમલેશભાઈએ અંડર-૧૧ ૨૦૦ મીટરમાં પ્રથમ ક્રમાંક, ગણાવા દિતુ સોમલાભાઈએ અંડર -૧૧ બોલ થ્રોમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જયારે વહુનીયા વિપુલ માધુભાઈએ અંડર-૧૪ ૪૦૦ મીટરમાં પ્રથમ ક્રમાંક, ભાબોર શાંતિ હેમરાજભાઈએ અંડર-૧૪ ૪૦૦ મીટર પ્રથમ ક્રમાંક, શીંગાળીયા અજય અનુભાઈ, વહુનીયા વિપુલ માધુભાઈ, ડામોર ભાવેશ રમેશભાઈ તથા ગુડિયા મહેશ ખાપરીયાભાઈએ અંડર-૧૪ ૧૦૦*૪ મીટર રીલેદોડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જયારે શીંગાળીયા અજય અનુભાઈએ અંડર-૧૪ ૨૦૦ મીટરમાં દ્વિતીય ક્રમાંક, ડામોર ભાવેશ રમેશભાઈએ અંડર -૧૧ બોલ થ્રોમાં દ્વિતીય ક્રમાંક તથા ગુડિયા મહેશ ખાપરીયાભાઈએ અંડર-૧૧ ૧૦૦ મીટરમાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. તમામ બાળકોએ મેળવેલ ભવ્ય સફળતા પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ જબલપુર દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી.