આઝાદી કા અમૃત મહોત્સવ ફેઝ-2 અંતર્ગત હળવદ તાલુકા ના સાપકડા ગામે 108 કળશ સાથે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 108 કળશ સાથે ગામમાં રથ ભ્રમણ કરી ઘરે ઘરે થી માટી એકત્રિત કરી હતી.
કળશ યાત્રા કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ તેમજ મીઠાભાઇ ચૌહાણ, ગામના સરપંચ નટુભાઈ, તલાટી કમ મંત્રી, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય તેમજ સ્ટાફ અને આયુર્વેદ ડોક્ટર , આરોગ્ય સ્ટાફ અને આંગળવાડી, આશા વર્કરો તેમજ પંચાયત પરિવાર અને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ તકે 108 કળશથી ગામમાં રથ ભ્રમણ કરી ઘરે ઘરે થી માટી એકઠી કરવામાં આવી હતી..