ગામના પ્રવેશદ્વારો દુર્દશામાં હોય રહીશોનુ રહેવુ દુશ્વાર બન્યુ છે. ચારે તરફ કચરાના ઢગલા પર તવાઈ ઉતારવા એક્શન પ્લાન તૈયાર.
લેખિત રજૂઆત બાદ આગામી દિવસોમાં સરકારી જગ્યા પર ખડકી દેવાયેલ અનેક દબાણ દુર કરવા કમર કસતુ તંત્ર : સ્થાનિક રહિશો આ ક્ષણની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા.
ટંકારા તાલુકો જાહેર થઈ ગયાને બે દશકા જેટલો સમય વિતી ગયો હોવા છતાં રહિશોને રાહત મળે એવી કોઈ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બની નથી ઊલટાનું ગંદકીના ગંજ અને સરકારી જગ્યા પર આડેધડ દબાણ શહેરની દુર્દશામાં ચાર ચાંદ લગાવી દે છે.અને ટાઉનમાં પ્રવેશતાં જાણે રેઢિયાળ ગામ અને કોઈ પણ કાયદાનો ભય ન હોય એવો ધાટ ધડાયો છે. રોડની બંને બાજુએ દબાણો ચોકડીને ચોકે ગેરકાયદેસર દુકાનો કેબીનો વાહનોના ખડકલા ઉકેળા સહિતના અનેક દબાણ હેઠળ સજ્જન અને સમાજમાં સ્વચ્છતા મા માનનાર સમુહ આ જોઈ મુજવણમા મુકાયા છે. એટલુ જ નહી પિજીવિસીએલના પોલો વચ્ચે પણ ખુબ દયનીય સ્થિતિ સર્જાઈ છે. ત્યારે લોકો આ પરિસ્થિતિ માથી બહાર કાઢી ટંકારા શહેરમાંથી માઈગ્રેડ થતી વસ્તી રોકેની બુમરાણ બોલી રહી છે.
આ બધા વચ્ચે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરાનો નિકાલ કરવા તંત્રે કામગીરી હાથ ધરી વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોષક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીને ગંદકી મુક્ત કરવા તરફ પ્રયાસ આદર્યા છે. બીજી તરફ ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે ટંકારા પાટીદાર સમાજ અને માલધારી સમાજ દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરતા આ મામલે પણ તંત્રને દોડવું હતું ને ઢાળ મળ્યા જેવો ધાટ સર્જાયો છે. ત્યારે આડેધડ ગેરકાયદે ખડકાયેલ અનેકોનેક ખડકલા કસણભુણ કરવા માસ્ટર પ્લાન તૈયાર કર્યો હોવાનું આધિકારિક સૂત્રોએ જણાવ્યું છે. લોકો પણ આ દબાણ દુર કરવાની ધડીની પ્રતિક્ષા કરી રહા હતા ત્યારે દબાણ હટયે ટંકારાની શકલ ખુબ સુંદર હશે એમા શંકાને કોઈ સ્થાન નથી. હવે જોવુ રસપ્રદ છે કે આ દબાણકારો રાજકીય લોકોનો ઉપયોગ કરી કામગીરી રોકે છે કે તંત્ર કોઈ પણ શેશરમ વિના કાયદેસરની કાર્યવાહી કરે છે.