હળવદમાં ગટર ના પાણી રોડ પર આવતા હોવાથી સમસ્યાનું નિરાકરણ કરવા માટે વિક્રમભાઈ ધામેચા નામના વેપારીએ ચીફ ઓફિસર ને પત્ર લખી નિરાકરણ કરવા માટે માંગ કરી છે. તેમને અધિકારીને ફરિયાદ કરતા જણાવ્યું છે કે HDFC બેંક અરિહંત સ્વીટ માર્ટ વાળી ચોકડીથી દક્ષિણ તરફ ગંગા તલાવડી સુધીના વેપારીઓને મુશ્કેલી થતાં નિરાકરણ કરવા માંગ લઈને પહોંચતા હતા પરંતુ હળવદ નગરપાલિકા ખાતે આવેદન સ્વીકારવા માટે કોઈ અધિકારી હાજર ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
હળવદમાં HDFC બેંક અરિહંત સ્વીટ માર્ટ વાળી ચોકડીથી દક્ષિણ તરફ ગંગા તલાવડી સુધી રસ્તા પર ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર સતત ચાલુ રહેતા વેપારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને વેપારીએ નગર પાલિકાના ચીફ ઓફિસર ને પત્ર લખી નિરાકરણ કરવા માંગ કરી છે. વેપારીએ જણાવ્યું છે કે ગટરના પાણી રોડ પર સતત રહેતા બહારથી આવતા ગ્રાહકો અને વેપારીઓને મુશ્કેલી થતાં આવવાનું ટાળી રહ્યા છે. જેને કારણે વેપારીઓને આર્થિક નુકશાન થઇ રહ્યુ છે. તેથી વહેલી તકે ગટરના પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ વેપારીઓએ કરી છે.