Wednesday, January 8, 2025
HomeGujaratયુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ આવેદન પાઠવી વાંકાનેરની ખાનગી હોસ્પિટલના ડોકટરો પર...

યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ આવેદન પાઠવી વાંકાનેરની ખાનગી હોસ્પિટલના ડોકટરો પર કાર્યવાહીની કરાઈ માંગ

યુનિટી ઓફ કોળી ઠાકોર સેના રાજકોટ દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વાંકાનેર શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને લઈને ડોક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

યુનિટી ઓફ કોળી ઠાકોર સેના રાજકોટ દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વાંકાનેર શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને લઈને ડોક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી….જેમાં બનાવની વાત કરીએ તો કનુબેન મહેશભાઈ બાબરીયા થોડા દિવસ પહેલા પેટમાં દુખાવા ની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે ડોક્ટરો દ્વારા પરમિશન વગર જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્વાસની પ્રોબ્લેમ છે તેવું કહીને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મુકવામાં આવ્યા હતા. પરંતુ દર્દીનો શ્વાસ ત્યારે ચાલતો જ ન હોવાનો આક્ષેપ પણ પરિવારજનો કરી રહ્યા છે. તે ઉપરાંત 20 દિવસ આસપાસ કસુવાડ સમયે ભૂલ થઈ હોવાથી ડોક્ટરોએ ઓપરેશન કરેલ છે, તેમજ 17 દિવસ પહેલા ઓપરેશન કરાવ્યું છે છતાં ડોકટર ના પાડે છે તો ત્યાંનાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા, ફાઈલ આપેલ હતી જે ખોટું બોલીને પરત લઇ લીધેલ છે તેથી રજિસ્ટર એન્ટ્રી ચેક કરવી, તેમજ અગાઉ પણ શ્રદ્ધા હોસ્પિટલમાં આવા બનાવી બન્યા છે જેની પણ તપાસ કરવી તેમજ ડેડ બોડી ઉપાડવા પ્રેશર કરવામાં આવે છે અને ડેડ બોડી નહિ સ્વીકારતા પોલીસ જાતે બોડી ઉપાડી વિધિ કરી લેશે તેવું કરવામાં આવી રહયું છે. તેવા મુદ્દા સાથે ટંકારા મામલતદાર ને આવેદન પાઠવી યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ રજૂઆત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!