Wednesday, January 8, 2025
HomeGujaratટંકારા તાલુકાના સરાયા ગામે વીજતારમાં શોટ સર્કિટના કારણે કપાસના ઢગલામાં આગ લાગી:સદનસીબે...

ટંકારા તાલુકાના સરાયા ગામે વીજતારમાં શોટ સર્કિટના કારણે કપાસના ઢગલામાં આગ લાગી:સદનસીબે મોટું નુકશાન અટક્યું

ટંકારા તાલુકાના સરાયા ગામના ખેડૂત અશોકભાઈ હેમંતભાઈ પટેલ એ પોતાના ખેતર માં ખુલ્લામાં રાખેલ કપાસ માં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં કપાસના ઢગલા ઉપરથી વિજ તાર પસાર થતો હોય શોટ સરકીટના કારણે તણખો નિચે સંગ્રહ કરેલ કપાસ ના ઢગલા પર પડતા કપાસ ભડભડ સળગી ઉઠતા ધુમાડાના ગોટેગોટા નિકળતા જોઈ આજુબાજુના ખેડૂતો એકઠા થયા હતા અને પાણીનો મારો ચલાવયો હતો જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધણો બધો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો.જોકે ગ્રામજનો એ સમયસર આગ પર કાબુ મેળવી લેતા જાન માલ નુ મોટું નુકશાન થયા સહેજમાં અટક્યું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે ગ્રામજનોએ ટંકારા પિજીવિસીએલની ઓફીસે જાણ કરી હતી જેથી પીજીવિસિએલ દ્વારા તુરંત વીજ પુરવઠો બંધ કરી ને સર્વે કામગીરી હાથ ધરી હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!