માનસર નજીક પસાર થઇ રહેલી બ્રામણી 1 ડેમની બે નંબર કેનાલ છલકાતા ખેડૂતોના ખેતરમા ઉભા પાકમા પાણી ભરાઇ જતા ખેડૂતોને નુકશાની વેઠવવાનો વારો આવ્યો છે
હળવદ તાલુકામા નર્મદા કેનાલો છલકાવાનો તેમજ ગાબડા પડવાનો સીલસિલો યતાવત રહ્યો છે ત્યારે બ્રામણી ડેમની કેનાલો સમયસર સાફ ન થતા વારંવાર છલકાઇ રહીસે અને પાણી સીધ્ધુ ખેડૂતોના ઉભાપાકમા ધુસી જાય છે માનસર ગામ નજીક બ્રાહ્મણી 1 ડેમની કેનાલ છલકાઇ અને ગટુરભાઇ લાલજીભાઇના ખેતરમા સેરડી તેમજ જીરાના પાકમા પાણી ફરી વળ્યા ખેડુતને એક લાખની નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે બ્રાહ્મણી 1 ડેમના અધિકારીઓ કેનાલને સમયસર સાફ નથી કરતા જેથી પાણી આગળ નથી જઇ શકતુ અંતે કેનાલ ઓવરફ્લો થઇ ઉભા પાકમા પાણી ધુસી જાય છે અવાર નવાર રજુઆત કરવા સતા દર વર્ષની જે આ વર્ષે પણ મહેનત પર પાણી ફરી વળ્યા છે કેનાલ સાફ કર્યાના બીલો જાણે ચોપડે ચડી જતા હોય અને કામગીરીના નામે શુન્યનો પુરાવો માનસર ગામ નજીક જોવા મળે છે ખેડૂતો લાચાર થઇ નિદ્ધાધીન તંત્રને જાગવા અપીલ કરી રહ્યા છે
બાપળો ખેડુત જાયતો જાય ક્યા કડકડતી ઠંડીમા રાત ઉજાગરા કરી પેટેપાટા બાંધી પાક ઉગાળે અને બ્રાહ્મણી 1 ડેમના કેનાલ તંત્રના પાપે કરેલી મહેનત પર પાણી ફરી વળે ત્યારે આળસુ અને નઘરોડ તંત્ર ખેડૂતોને દેવા તરફ ધકેલ છે કેનાલોમા ઘટાટોપ બાવળો ધાસના અડીંગાથી કેનાલો અવરફ્લો થાય છે અંતે તંત્રની આળસનો ભોગ ખેડૂતોને બનવુ પડેસે તો તંત્ર આળસ ખંખેરી ખેડૂતોનો વધ્યો ઘટ્યો પાક બચાવી લે તેવી જગતનો તાત આજીજી કરી રહ્યો છે