ટંકારા સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી જલારામ બાપની ૨૨૪મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. લોહાણા સમાજ જલારામ બાપાની જન્મજયંતી નિમિતે બીજી દિવાળી મનાવવા હોય તેમ રંગોળી, દીપમાળા, તોરણ અને મંદિરે અન્નકુટ તેમજ શોભાયાત્રા સહિત જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ટંકારા સમસ્ત રધુવંશી સમાજમાં જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોહાણા સમાજના લોકો દ્વારા જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે ધર આંગણે રંગોળી, દિવડા અને તોરણ બાંધી પરીવારો દ્વારા પેટની જઠરાગ્નિ ઠારી હરીને પામનાર જલા જોગી જેનુ ટંકારા દેરીનાકા ફુલિયા હનુમાનજી મંદિર ખાતે આવેલ જલારામ મંદિરે ખાતે ૨૨૪મી જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાની જન્મજયંતી નિમિતે વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજવામાં હતા. જલારામ બાપાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બપોર બાદ અન્નકૂટ દર્શન, રાત્રે ધુન ભજન સાંજે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી દયાનંદ સરસ્વતી ચોક ખાતે બનાવેલ પંડાલમાં મહા આરતી સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દિવસ દરમિયાન મોતિચુરના લાડું પ્રસાદના પ્રસાદ રૂપે શહેરમાં આપવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમને અંતે મહા પ્રસાદનું આયોજન ટંકારા સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.