હળવદના કવાડીયા પાસે આવેલ પ્રભુ ચરણ આશ્રમના મહંત પ્રભુચરણદાસજી મહારાજને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ યોજવા જઈ રહ્યો છે. ત્યારે હળવદ તાલુકાના બે મહંતોને આમંત્રણ મળ્યું છે. ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને રામ લલ્લાના દર્શન કરવા માટે હળવદના કવાડીયાના પાટીયા પાસે આવેલા પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણદાસજી મહારાજને આમંત્રણ આપવામાં આવ્યું છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યો છે. ત્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ ઉજવવામાં આવશે. જે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને રામ લલ્લાના દર્શન કરવા માટે હળવદના કવાડીયાના પાટીયા પાસે આવેલા પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણદાસજી મહારાજને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેઓ 18મી જાન્યુઆરી દિવસે હળવદથી અયોધ્યા જવા માટે રવાના થશે. હળવદના શક્તિ નગર પાસે આવેલા નકલંક ગુરુધામના મહંત દલસુખરામ બાપુને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમ, હળવદના બે મહંતોને અયોધ્યા રામમંદિર ખાતે રામલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા આમંત્રણ પાઠવાતા બંને સંતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે.