ભલે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય, પરંતુ ચાઇનીઝ દોરી વેચાય પણ છે, ઉપયોગમાં લેવાય પણ છે અને તેનાથી લોકોના મોત પણ થઇ રહ્યા છે. પાછલા એક મહિનાથી રાજ્યમાં ચાઇનીઝ દોરીથી મોત અને ગંભીર ઇજાઓની ઘટના બની રહી છે. ત્યારે પ્રતિબંધિત ચાઇનિઝ દોરીનું વેચાણ કરતા ઇસમને પકડી પાડવા હળવદ પોલીસ અને ફોરેસ્ટર વિભાગ દ્વારા સંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આગામી મકરસંક્રાતિ તહેવારની ઉજવણી અનુસંધાને લોકોમાં પતંગ ચગાવવા માટે ચાઇનિઝ દોરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ આ દોરીથી લોકો તથા પશુ/પ્રાણીઓને જીવલેણ ઇજા થયા છે, આવા ચાઇનિઝ દોરા, લોન્ચર, તુકકલ(બલુન), લેટર્ન (ફાનસ), પાકા સિન્થેટીક મટીરીયલ વિગેરેના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. છતાં ઈસમો દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવે છે અને લોકો તેનો ઉપયોગ પણ કરે છે. ત્યારે ચાઇનીઝ દોરી વિગેરેનું વેચાણ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા હળવદ પોલીસ અને ફોરેસ્ટર વિભાગ સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હળવદમા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલોનુ જુદાં જુદાં સ્ટોલમા ચેકિંગ, સરાનાકાથી મેઇન બજારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે સધન ચેકીંગમાં હળવદ પી.એસ.આઈ કે.એચ.અંબારીયા, કે.એન. જેઠવા, કેશુભાઈ બાવળીયા, સહિત વન વિભાગના સ્ટાફ ડી.ડી. કમેજળીયા-રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર, કે.એમ.પરમાર-રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર, જે.કે.રાઠોડ- રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર, કે.જી.ઝાલા- રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર,કે.ટી.વાઘેલા, એન.જી.ચૌહાણ, એન.એન.સમતીયા,નો સ્ટાફ જોડાયો હતો.