Friday, September 20, 2024
HomeGujaratરાજ્યમાં આઇપીએસ અઘિકારીની બદલીના ગણતરીના દિવસો:લાંબા સમયથી ફરજ બજાવતા આઇપીએસ અધિકારીઓ અને...

રાજ્યમાં આઇપીએસ અઘિકારીની બદલીના ગણતરીના દિવસો:લાંબા સમયથી ફરજ બજાવતા આઇપીએસ અધિકારીઓ અને પ્રમોટી આઇપીએસને પોસ્ટિંગ આપાઇ શકે છે:સૂત્રો

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આઇપીએસ અધિકારીની બદલીઓ માટે રાહ જોવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં હાલ તહેવારોના દિવસો શરૂ થઇ ગયા છે અને દર વર્ષે રથયાત્રા બાદ આઇપીએસ અધિકારીઓની બદલીની પ્રક્રિયા પરંપરાગત માનવામાં આવી રહી છે પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે થોડી રાહ જોઈ અને આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં થોડો વિલંબ કરવામાં આવ્યો છે પરંતુ ગણેશ ઉત્સવ , ઇદ અને પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ તેમજ અંબાજી મેળા નું સમાપન થયા બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલીઓ થવાની શક્યતાઓ પ્રબળ થઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે રોલ મોડેલ છે એટલું જ નહિ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યકાળ માં પણ પોલિસતંત્ર એલર્ટ જોવા મળ્યું છે જેના ભાગરૂપે આ વખતે બહુ આઇપીએસ અધિકારીની બદલીની બહુ લાંબુ લિસ્ટ નહિ આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

આઇપીએસ અધિકારીની બદલીઓ માટે સરકાર પૂર્ણ તૈયાર :
આઇપીએસ અધિકારીઓની બદલીઓ માટે સરકાર સંપૂર્ણ તૈયાર છે .ત્યારે આ વખતે ફકત 22 થી 25 આઇપીએસ અધિકારીઓની બદલીઓ જ થાય તેવી માહિતી પણ સૂત્રોમાંથી મળી છે જેમાં રાજ્યમાં એસપી માંથી પ્રમોશન પામેલા ડીઆઈજી કક્ષાના અધિકારીઓ નો પણ સમાવેશ થાય છે જેમાં ખાલી પડતી જગ્યાઓ પર ભરવામાં અને અમુક અધિકારીઓનો કાર્યકાળ પૂર્ણ થઈ જતાં તેની બદલીઓ કરવામાં આવશે જો કે રાજ્યસરકાર દ્વારા જે આઇપીએસ અધિકારીઓનો પૂર્ણ ના થયો હોય તેને બદલવા માંગતી નથી તેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે કેમ કે તમામ જિલ્લાઓમાં કાયદો વ્યવસ્થા અને પોલીસની સુંદર કામગીરી ને લઈને કોને બદલવા અને શા માટે બદલવા એ મોટો પ્રશ્ન છે તો બીજી બાજુ રાજ્યના અમુક જિલ્લામાં ભાજપના જૂથવાદ ને લીધે પણ આઇપીએસ અધિકારીઓને બદલવા માંગ ઉઠવા પામી છે પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફકત ને ફકત આઈપીએસ અધિકારીના રેકર્ડ અને તેની કામ કરવાની ઢબ ને ધ્યાનમાં રાખી બદલીઓ કરવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.આ બદલીઓ માં નવા આઇપીએસ ને પોસ્ટીંગ આપવામાં આવે તેમજ આઇબી અને રેન્જ માં પણ ખૂબ કુશળ હોશિયાર અને સરકારના વિશ્વાસુ આઇપીએસ અધિકારીઓને મૂકવામાં આવશે.

આઇપીએસ અધિકારીઓની બદલીમાં હાલ રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ ને ડીઆઇજી નું પ્રમોશન મળી જતા એ જગ્યા ખાલી થશે આ સિવાય રાજકોટ રેન્જ,આઇબી ગાંધીનગર,અમદાવાદ ઝોન 4,ઝોન 2, વડોદરા ડીઆજી નું પ્રમોશન પામેલા ઝોન ડીસીપી,દ્વારકા,બોટાદ,પાટણ, બનાસકાંઠા જેવી મહત્વની જગ્યાઓ અન જિલ્લાઓ તેમજ દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત કુલ 22 થી 25 આઇપીએસ ની બદલીઓ થવાની પ્રબળ શક્યતાઓ છે.જેથી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ તેમજ દિવાળીના તહેવારોમાં પોલીસ તેનું કામ સરળતા થી સમજી અને કરી શકે તો બીજી બાજુ અમુક અધિકારીઓની કામગીરીને ધ્યાનમાં રાખી સરકાર કોઈ ફેરફાર કરવા માંગતી નથી જેને આગામી માર્ચ મહિના સુધી લંબાવી અને તેને કાર્યરત રાખશે હાલ સરકાર અને ગૃહવિભાગ દ્વારા આઇપીએસ અધિકારીઓની ગણતરીના દિવસો બાકી છે અને ટુંક સમયમાં જ આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવશે તેવું સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!